જાફરાબાદ બંદર પર એલર્ટ, પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકીએ લીધી મુલાકાત
અમરેલીઃ ‘વાયુ’ વાવાઝોડાને પગલે અમરેલી જિલ્લાના જાફરાબાદ દરીયાકાંઠા પર સતર્કતા રાખવાની સુચના તંત્ર તરફથી આપવામાં આવી છે. ત્યારે પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી જાફરાબાદના બંદરની જેટી પર પહોંચીને માછીમારોને સૂચના આપી હતી. જેમાં તેમણે માછીમારો પોતાની બોટોને કિનારે બાંધીને રાખવાની સૂચના આપી હતી. વાયુ વાવઝોડું 100 કિલોમીટરના ભારે પવનમાં ફૂંકાવવાની આગાહીને કારણે જાફરાબાદ શહેર સાથે 10 ગામો તો રાજુલા પીપાવાવ બંદર પર આવેલ 13 ગામો હાઈ એલર્ટ પર છે ત્યારે સરકાર દ્વારા પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકીને આપેલી સૂચના મુજબ માછીમારો અને જ્યાં અસરગ્રસ્ત થવાની સંભાવના છે તેવા ગામોના સરપંચો આગેવાનો સાથે સંપર્કમાં રહેવાની વાત હીરા સોલંકી કરી હતી.