થલતેજ વૉર્ડમાં હિતેશ બારોટની જીત, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બને તેવી શક્યતા - થલતેજ વૉર્ડ
અમદાવાદ : આજે 6 કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી થઇ રહી છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના થલતેજ વૉર્ડમાંથી હિતેશ બારોટની જીત થઇ ચૂંકી છે. ઉલ્લેખનીય છે કે, હિતેશ બારોટને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવે તેવી ચર્ચા હાલ ચાલી રહી છે. હિતેશ બારોટ અમિત શાહના નજીકના વ્યક્તિ માનવામાં આવે છે.