રીંગરોડમાં ખાડા કે ખાડામાં રીંગરોડ?, હા, પણ અમદાવાદ સત્તાધીશો તો નિદ્રાંમાં... - ahmedabad news
અમદાવાદઃ મેયર દ્વારા કરોડના ખર્ચે ખાડા પુરાઈ રહ્યા છે તેવી જાહેરાત કરવામાં આવી હોતી. અમદાવાદ ફરતે રિંગરોડ પર આજ રોજ ETV દ્વારા ગ્રાઉન્ડ ઝીરો તપાસ કરતા વાસ્તવિક પરિસ્થિતિ કંઇક જુદી જ જોવા મળી હતી. પસાર થતાં વાહનો જોતાં એમ લાગતું હતું કે આ વાહનો રણપ્રદેશમાંથી જઈ રહ્યા હોય, તેમ ધૂળની ડમરીઓ ઊડી રહી હતી. વસ્ત્રાપુર તેમજ બાપુનગર ખાતે ચાલુ વાહને ખાડામાં પડી જવાથી બે લોકોના મૃત્યુ થયા છે.