ગુજરાત

gujarat

ETV Bharat / videos

પોલીસ સાથે 30 મિનીટની બોલાચાલી બાદ રિક્ષાચાલકના ઘરે જમવા પહોંચ્યા કેજરીવાલ - auto rickshaw driver ahmedabad

By

Published : Sep 13, 2022, 11:44 AM IST

Updated : Sep 13, 2022, 12:06 PM IST

અમદાવાદ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સોમવારે અમદાવાદમાં રિક્ષાચાલક વિક્રમ દંતાણીના ઘરે રાત્રિ ભોજન માટે પહોંચ્યા હતા. જોકે આ પહેલા પોલીસે તેમની સુરક્ષા બાબતે તેમને રિક્ષામાં જતા રોક્યા હતા. તે દરમિયાન અરવિંદ કેજરીવાલ અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સાથે જ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પોલીસને લેખિતમાં બાંહેધરી આપી હતી કે, મારી સુરક્ષાની જવાબદારી મારી છે. મારે કોઈ પ્રકારની સુરક્ષા જોતી નથી. હું લોકોની વચ્ચે જવા માગું છું પણ તમે મને કેદી બનાવી દીધો છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, આ વખતે તમારા મુખ્યપ્રધાન આ વખતે હારી રહ્યા છે. તેમને Z પ્લસ સુરક્ષા આપો તેમને સુરક્ષાની જરૂર છે. મુખ્યપ્રધાનને કહો તેઓ લોકોની સમસ્યા જાણવા બહાર નીકળે. 30 મિનીટની ઉગ્ર બોલાચાલી બાદ એક પોલીસકર્મીને રિક્ષામાં બેસી દિલ્હીના મુખ્યપ્રધાન રિક્ષાચાલકના ઘરે જમવા પહોંચ્યા હતા. Delhi CM Arvind Kejriwal, Arvind Kejriwal dines with auto driver, argument with gujarat police Arvind Kejriwal, aam aadmi party gujarat news, auto rickshaw driver ahmedabad.
Last Updated : Sep 13, 2022, 12:06 PM IST

ABOUT THE AUTHOR

...view details