ખરોડ ગામે યુવકે પત્ની સાથેની તકરારમાં ભાઈની હત્યા કરવા જતાં ભાઈબંધની હત્યા કરી નાખી - વિજાપુર સરકારી હિસ્પિટલ
મહેસાણાઃ "જર જમીન અને જોરું ત્રણે કજીયાના છોરું". આવી જ એક ઘટનાવિજાપુર તાલુકાના ખરોડ ગામે સાર્થક થઈ છે. ખરોડ ગામે ભાઈએ પોતાના સગા ભાઈ સાથે તેની પત્નીને કારણે થઈ રહેલી તકરારનો અંત લાવવા રાત્રે હુમલાનું કાવતરું ઘડ્યું હતું. રાત્રે સુઈ રહેલા પોતાના સગા ભાઈ પર હુમલો કરવા જતાં અંધારામાં ચૂક થઈ હતી. જેમાં ભાઈને બદલે બાજુમાં સુઈ રહેલા ભાઈબંધ પર હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને વિજાપુર સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. વધુ સારવાર માટે યુવકને ગંભીર હાલતમાં હિંમતનગર ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેનું મોત થયું હતું. ઘટનાને પગલે લાડોલ પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપીની અટકાયત કરી છે.