પુરુષોને ટક્કર આપે એવી મહિલા મંડળે મટકીને મિનિટોમાં જ ફોડી નાખી - surat janmashtami 2022
જન્માષ્ટમીના surat janmashtami 2022 પર્વ પર સુરતમાં 25 વર્ષથી ગોવિંદા ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સુરતમાં મહિલા અને પુરુષ ગોવિંદાઓ માટે મટકી ફોડનું આયોજન કરવામાં આવતું હોય છે. સુરતમાં 25 ફૂટ ઉપર બાંધવામાં આવેલ મટકીને મહિલા મંડળોએ ગણતરીની મિનિટોમાં જ ફોડી નાખી હતી. યુવકોના બનેલા ગોવિંદા મંડળોની સાથે યુવતીઓનું મંડળ પણ છેલ્લાં ઘણાં વર્ષથી કાર્યરત છે. હાલમાં 2 મહિલા ગોવિંદા surat women govinda મંડળ એટલે કે જય ભવાની મહિલા મંડળ અને જય મહારાષ્ટ્ર મહિલા મંડળની બહેનો ખભેખભા મિલાવીને મટકી ફોડવા લેઝીમના તાલે નીકળી હતી. સામાન્ય રીતે યુવકોનાં મંડળમાં મટકી ફોડ વખતે 6 થી 7 પીરામીડ બનતાં હોય છે, જ્યારે મહિલાઓમાં 5 પીરામીડ બને છે. મહારાષ્ટ્ર બાદ સુરતમાં ગોવિંદા ઉત્સવની ધૂમ હોય છે. surat krishna janmotsav