માદા હાથીએ રસ્તા પર બચ્ચાને આપ્યો જન્મ પછી શું થયું જાણો... - માદા હાથીએ રસ્તા પર બાળકને જન્મ આપ્યો
એક માદા હાથી રસ્તા પર બચ્ચાને જન્મ (Female Elephant Gave Birth To A Baby On Road) આપી રહી હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ ઘટના કેરળના ઇડુક્કી જિલ્લાના મારયૂર વિસ્તારમાંથી પસાર થતા રોડ પર બની હતી. વન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, જ્યારે માદા હાથી બાળકને જન્મ આપી રહી હતી, ત્યારે હાથીઓના ટોળાએ એક કલાક સુધી રસ્તો બ્લોક કરી દીધો હતો, જેના કારણે બંને બાજુથી વાહનોની અવરજવર અવરોધાઈ હતી.