મહિલાના શરીર પર આંટા મારતો કોબ્રાનો વીડિયો થયો વાયરલ - viral video cobra sitting
કર્ણાટક કર્ણાટકના કલબુર્ગી જિલ્લાના અફઝલપુર તાલુકાના મલ્લાબાદ ગામનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં ભાગમ્મા બડાડાલા નામની મહિલા ખેતર પાસેના ઝાડ નીચે ખાટલા પર સુતી હતી. આ દરમિયાન કોબ્રા સાપ મહિલાના શરીરની ઉપર બેસી ગયો હતો. આ દરમિયાન કોબ્રા પોતાની ફણ પણ ઉઠાવી રહ્યો હતો. આ ઘટનાથી મહિલા સહિત આસપાસના લોકો પણ ગભરાઈ ગયા હતા. આ દરમિયાન મહિલા પોતાની જગ્યા પર ચુપચાપ સૂઇ રહી હતી. જે હાથ જોડીને ભગવાનનું સ્મરણ કરી રહી હતી. કોબ્રા સાપ મહિલાને નુકસાન પહોંચાડ્યા વિના નીચે ઉતરીને ચાલ્યો ગયો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. cobra sitting on a sleeping woman, viral video cobra sitting