કૃષ્ણ ભક્તિમા લીન યુક્રેનની મહિલાએ રથયાત્રામાં કરી આ પ્રાર્થના - ભગવાન જગન્નાથની રથયાત્રા
સુરત: શહેરના વરાછા વિસ્તારમાં(Varachha area of Surat) આયોજિત ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રામાં(Jagannath Rath yatra 2022) વૃંદાવનથી આવેલા વિદેશી ભક્તો ભક્તિમાં તલ્લીન નજર આવ્યા હતા. જેમાં ખાસ કરીને યુક્રેનથી આવેલી વિદેશી મહિલા ભક્તોએ ભગવાન જગન્નાથ પાસે પ્રાર્થના કરી હતી કે, હાલ જે યુદ્ધની પરિસ્થિતિમાં યુક્રેનમાં ચાલી રહી છે. ત્યાં શાંતિ સ્થાપિત થાય. ઇસ્કોન મંદિર તરફથી પ્રથમવાર વરાછા વિસ્તારમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય યાત્રા(Bhagwan jagannath rathyatra) કાઢવામાં આવી હતી. જ્યાં મોટી સંખ્યામાં સ્થાનિકોએ ભગવાન જગન્નાથજીના(Surat Jagannath Rathyatra) દર્શન કર્યા હતા, પરંતુ આ યાત્રામાં વૃંદાવનથી આવેલી વિદેશી ભક્તોએ પણ ભગવાન જગન્નાથજીની ભક્તિમાં નૃત્ય કરતી જોવા મળી હતી. આશરે 10થી વધુ વિદેશી મહિલા ભક્તોએ ભગવાન જગન્નાથજીની આરતી યાત્રામાં સામેલ થઈ પોતાને ધન્ય અનુભવી હતી. આ મહિલાઓમાંથી અનેક મહિલાઓ છેલ્લા ઘણા વર્ષોથી ભારતના વૃંદાવનમાં ભગવાન કૃષ્ણની ભક્તિમાં જીવન વ્યતીત કરી રહી છે. તેમના ચહેરાની સ્મિત પર ભગવાન કૃષ્ણની ભક્તિ સ્પષ્ટ પણે જોવા મળે છે. સુરતમાં આ રથયાત્રામાં સામેલ થવા માટે વૃંદાવનથી આવેલી હતી. ભગવાન કૃષ્ણની ભક્તિમાં યુક્રેનથી આવેલી અને ઘણા વર્ષોથી વૃંદાવનમાં રહેનાર મહિલા ભક્તો એ જણાવ્યું હતું કે, ભગવાન ક્રિષ્ના એ તેમને અતિ પ્રિય છે. છેલ્લા સાત વર્ષથી કૃષ્ણ ભક્તિ કરી રહ્યા છીએ. તેઓ મૂળ વૃંદાવનવાસી થઈ ગયા છે.