સાવરકુંડલા નજીક ગંભીર અકસ્માત, 2 લોકોના ઘટનાસ્થળે મોત - Savarkundla Accident News
અમરેલીઃ જિલ્લાના સાવરકુંડલા નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. સાવરકુંડલાના મહુવા રોડ પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમા કન્ટેનર અને માલવાહક ટ્રક વચ્ચે અથડામણ થતા બે લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. આ ગંભીર અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમાર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.