મોરબી લોક વિજ્ઞાન કેન્દ્રમાં 'આપણા જીવનમાં વિજ્ઞાનનું મહત્વ' વિષય પર સેમીનાર યોજાયો
મોરબી : શહેરમાં વીસી ટેકનિકલ હાઈસ્કૂલ ખાતે તા વૈજ્ઞાનિક ડૉ. જે. જે. રાવલનું 'આપણા જીવનમાં વિજ્ઞાનનું મહત્વ' વિષય પર વક્તવ્ય અને અંધશ્રદ્ધા નાબુદી અંગે કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં વૈજ્ઞાનિક જે. જે. રાવલે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે લોકવિજ્ઞાન કેન્દ્રના 32 સેન્ટર આપ્યા છે. વિજ્ઞાન ભવિષ્ય માટે જરૂરી છે. વિદ્યાર્થીઓને વિજ્ઞાન શું છે અને બ્રહ્માંડ શું છે? તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.