ગુજરાત

gujarat

ETV Bharat / videos

દ્વારકા જિલ્લામાં આવેલા મા આવડના પ્રાચીન મંદિરે યોજાયો ધાર્મિક કાર્યક્રમ - Religious program Keshod village

By

Published : Oct 7, 2021, 7:56 PM IST

દેવભૂમિ દ્વારકા: જિલ્લામાં અતિ મહત્વનું આસ્થાનું કેન્દ્ર એટલે કેશોદ ગામ પાસે આવેલું મા આવડનું મંદિર આ મંદિર અનેક વર્ષો જૂનું અને ખુબ જ ચમત્કારિક હોવાનું માનવામાં આવે છે. સમગ્ર જિલ્લાના દરેક જ્ઞાતિના લોકો આ જગ્યાએ શીશ ઝુકાવી ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે આજથી શરૂ થયેલા નવરાત્રિના પ્રથમ નોરતે દર વર્ષની જેમ આવડ માતાના મંદિરના સાનિધ્યમાં જાતર યોજાઇ હતી. જેમાં આસપાસના વિસ્તારના તમામ સમાજના લોકોએ આવી મા આવડના દર્શન કર્યા હતા. આ તકે જન આશીર્વાદ યાત્રામાં નીકળેલા રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલે પણ આવી મા આવડના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ABOUT THE AUTHOR

...view details