ખેતરમાંથી નીકળ્યો 100 કિલોનો પાયથન,રેસક્યુ ઑપરેશન જોઈને જીવ તાળવે ચોંટી જશે - ચામરાજનગર 100 કિલો અજગર
ચામરાજનગર: કર્ણાટકના ચામરાજનગરના (Chamarajanaga Karnataka) તાલુકાના જ્યોતિ ગૌડાપુર બેલાવટ્ટા ફાર્મમાં એક અજગર (100 kilo python) જોવા મળ્યો છે. પણ આ કોઈ સામાન્ય અજગર ન હતો. કામદારો ડો.રાજેન્દ્રના ખેતરમાં ગયા ત્યારે આ વિશાળકાય સાપ જોઈને તેઓ ચોંકી ગયા હતા. ફાર્મના માલિકે આ અંગે સ્નેક એક્સપર્ટને (Snake Expert in Karnataka) જાણ કરી હતી. સ્થળ પર ગયેલા સ્નેક એક્સપર્ટે સતત દોઢ કલાક સુધી ઓપરેશન કરી અજગરને પકડી લીધો હતો. આ સાપનું વજન 100 કિલોથી વધુ છે અને તે લગભગ 14 ફૂટ લાંબો છે. અજગરને કાર દ્વારા લઈ જઈ શકાતો ન હતો. ટ્રેક્ટરમાં મૂકીને જંગલ સુધી લઈ જવામાં આવ્યો હતો.બિલિગિરિરંગનાથ મંદિર ટાઈગર રિઝર્વના જંગલમાં એક અજગર છોડવામાં આવ્યો છે. જોકે, ખેતરમાંથી આ અજગરને જંગલ સુધી લઈ જવામાં અને એને પકડવામાં પરસેવા છૂટી ગયા હતા.