થરાદમાં પરેશ ધાનાણીએ લોકસંપર્ક કાર્યક્રમમાં ભાજપ પર કર્યા પ્રહારો - થરાદ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી
બનાસકાંઠાઃ થરાદ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ કોંગ્રેસના ચૂંટણીપ્રચાર માટે આવ્યા હતા. થરાદના સવપુરા ખાતે પરેશ ધાનાણીની ચૂંટણી સભાનું આયોજન કરાયું હતું. જેમાં 20 જેટલા ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. પરેશ ધાનાણીએ ગુજરાત સરકારની નિષ્ફળતા અંગે લોકોને જણાવ્યું હતું.