રાજુલામાં મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત જનજાગૃતિ રેલી યોજાઇ - બેટી બચાઓ બેટી પઢાઓ
અમરેલીઃ રાજુલામાં બેટી બચાઓ બેટી પઢાઓ અને બેટી વધાઓ સૂત્રને સાકાર કરવા માટે અમરેલીના કાર્યશીલ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એફ.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી અને આઈ.સી.ડી.એસ વિભાગના સયુંકત ઉપક્રમે રાજુલા શહેરની ગલીઓમા 1 થી 15 ઓગસ્ટ મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગ રૂપે મહિલાઓમા જાગૃતતા લાવવા અને સ્ત્રી ભુર્ણ હત્યા અટકાવવા જેવી વિવિધ કામગીરીને વેગ આપવા માટે રેલી યોજાઇ હતી. જેમાં તાલુકા હેલ્થ ઓફસર ડો.એન.વી.કલસરિયા, ડો.જે.એચ.ગૌસ્વામી,સંજયભાઈ દવે,શોભનાબેન,નીતાબેન,ડોક્ટરો,નર્સ બહેનો,આંગણવાડી કાર્યકરો અને આશા બહેનો હાજર રહી લોકોમા જાગૃતતા લાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
Last Updated : Aug 3, 2019, 6:49 AM IST