નવસારીમાં વરસાદે એકનો ભોગ લીધો, બીજા માળેથી પટકાતા ડૂબી જતા મૃત્યું - નવસારી પાણી ભરાયા
નવસારીઃ સતત અને સખત વરસી રહેલા વરસાદે મધ્ય અને દક્ષિણ ગુજરાતના (Massive Rainfall in Gujarat) અનેક વિસ્તારોને બેટમાં ફેરવી દીધા છે. ખાસ કરીને છોટા ઉદેપુર અને નવસારીને અનેક એવા પંથકો પાણીમાં છલોછલ થઈ ગયા છે. સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિને કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. નવસારી શહેરના કમેરા રોડ સ્થિત લોખંડવાલા કોમ્પલેક્ષના બીજા માળેથી આદરપુરમાં એક આધેડ પાણીમાં (One Died in Waterlogged in Navsari) પડ્યો હતો. જેને તરતા ન આવડતું હોવાથી ડૂબવા લાગ્યો હતો. નવસારી જિલ્લા અને તેના ઉપરવાસમાં વરસી રહેલો અનરાધાર વરસાદ હવે લોકોનો જીવ લઇ રહ્યો છે. કામેલા દરવાજાના લોખંડવાલા કોમ્પલેક્ષમાં પહેલા માળે રહેતા એક આધેડનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે. ઈમારતના પરિસરમાં પાણી ભરાતા આધેડે પાણી ઓછું થયું હોવાની માની પાણીમાં છલાંગ લગાવી હતી.જેમાં તે તારમાં ફસાઈ જતાં બહાર નીકળી શક્યો ન હતો. જેને કારણે ડૂબી જવાથી તે મોતને ભેટ્યો હતો. ફાયર વિભાગએ તેને તાત્કાલિક સારવાર અને જીવનદાન આપવાનો પ્રયત્નો કર્યા હતા પણ તે નિષ્ફળ રહ્યા હતા.નવસારી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસી રહેલા અંધરાધાર વરસાદ અને ઉપરવાસના વરસાદને કારણે લોકમાતા નદીઓ ગાંડીતુર બની છે. અત્યાર સુધી પૂરની સ્થિતિને કારણે ત્રણ મૃત્યુ નોંધાયા છે ત્યારે નવસારી શહેરમાં ફરીવાર એક આધેડનું મોત નોંધાતા કુલ મૃત્યુ આંક ચાર થયો છે.