વડોદરા કોંગ્રેસના ઉમેદવાર બાળું સુર્વેની પેનલે જિલ્લા પંચાયત ખાતે ફોર્મ ભર્યું - Congress BJP
વડોદરાઃ પાલિકાની ચૂંટણીના આજે ફોર્મ ભરવાનો છેલ્લા હોવાથી દિવસે ઉમેદવારો ફોર્મ ભરવા ઉમટી પડ્યા છે, ત્યારે બાકી રહેલા વોર્ડના ઉમેદવારો આજે કોંગ્રેસ ભાજપ, કોંગ્રેસ, અપક્ષ અને આદમી પાર્ટી સહિત અન્ય પાર્ટીઓના ઉમેદવારોએ આજે ફોર્મ ભર્યાં હતા. વોર્ડ નંબર 13 રીપીટ કરેલા કોંગ્રેસના બાળું સુર્વેએ તેમને પેનલ સાથે ફોર્મ ભર્યું હતું. બાળું સુર્વે તેમની પેનલના રાજુ મકવાણા, સંગીતાબેન ઠાકોર અને અલ્પા પટેલ ટેકેદારો સાથે જિલ્લા પંચાયત જઇ ફોર્મ ભર્યું હતું. બાલુ પૂર્વે તેની પેનલનો જીતના આશાવાદ વ્યક્ત કર્યો હતો. વોર્ડ નંબર 13ના કોર્પોરેટર હતા, ત્યારે સ્થાનિક પ્રશ્નો તમને રજૂઆત કોર્પોરેશનમાં કરી છે. ચૂંટણી જીત્યા બાદ તેમના વિસ્તારના રોડ, રસ્તા, ડ્રેનેજ, પાણીને લોકોને સુવિધા આપવાનો એજન્ડા વ્યક્ત કર્યો હતો.