Patan Mashaal rally: ગુજરાત ગૌરવ દિનની ઉજવણી અંતર્ગત પાટણમાં મશાલ રેલી યોજાઇ - etv bharat patan mashal rally held in patan
ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીને લઇ પાટણ વહીવટીતંત્ર દ્વારા હાલ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે તો બીજી તરફ નગરજનોમાં પણ અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. શહેરની વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કર્યું છે અને સેવાના કાર્યો થકી ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુરુવારે રાત્રે પાટણના ત્રણ દરવાજા ખાતેથી મશાલ રેલી (Patan Mashaal rally)નું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલીને પ્રદેશ ભાજપના મહામંત્રી કે.સી પટેલે પ્રસ્થાન કરાવી હતી. મશાલ રેલી શહેરના વિવિધ રાજમાર્ગો પર થઈ 3 દરવાજા ખાતે પહોંચી હતી. જ્યાં લોકોએ ભારત માતાકી જય પાટણની પ્રભુતા કાયમ રહોના નારા લગાવ્યા હતા.
TAGGED:
Patan Mashaal rally