વૃક્ષે લિધો વ્યકિતનો જીવ, વીડિયો આવ્યો સામે - બાઇક સવારનું મોત
કર્ણાટક : જિલ્લામાં એક એવી ઘટના સામે આવી છે કે જ્યાં એક મોટું ઝાડ પડતાં એક ટુ-વ્હીલર સવારનું ઘટનાસ્થળે જ મોત(two wheeler rider died on spot) થયું હતું. અવસાન પામનારનું નામ રંગાશેટ્ટી છે. તે ચન્નારાયપટ્ટના તાલુકાના કાલેસોમનાહલ્લી ગામનો વ્યક્તિ છે. ચન્નારાયપટનાથી ગુલાસિંડા રોડ પર જતી વખતે બાઇક સવાર પર એક વિશાળ ઝાડ પડતા આ ઘટના સર્જાઇ હતી. વન વિભાગ અને પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો. ચન્નારાયપટનાથી બગુરુ સુધીના રસ્તા પર સેંકડો વર્ષ જૂના મોટા વૃક્ષો છે અને તેને તાત્કાલિક હટાવવામાં આવે તેવી જનતાની માંગ છે.