PM મોદીના જન્મદિવસ નિમિતે ફ્રી નિદાન કેમ્પ, 450 થી વધુ દર્દીઓએ લીધો લાભ - PM Modi birthday
મોરબી: દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતના ડોક્ટરોએ PMના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. કાશ્મીરમાંથી કલમ 370ની નાબુદીને બિરદાવવા માટે ગુજરાતમાં 370 મેડીકલ કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં મોરબી જીલ્લામાં 8 સ્થળોએ કેમ્પ યોજાયો હતો. મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે આયોજિત કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટરોએ દર્દીઓને વિનામૂલ્યે તપાસીને સારવાર આપી હતી. મોરબી ખાતે આયોજિત કેમ્પનો 450 થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો અને ગુજરાતના ડોક્ટરોએ PMના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી.