દ્વારકાધીશના ચરણોમાં સોનાનો હાર અર્પણ કરતા કચ્છના એક ભક્ત
દેવભૂમિ દ્વારકાઃ ભગવાન દ્વારકાધીશ પર અતૂટ શ્રદ્ધા ધરાવતા ભક્તો દ્વારા અવાર નવાર સોના-ચાંદીના દાગીના અને કિંમતી આભુષણોની ભેટ-સોગાદો ધરવામાં આવે છે. ભગવાન દ્વારકાધીશને કચ્છના એક ભક્ત દ્વારા સોનાનો હાર અર્પણ કરી પોતાની જાતને ધન્ય અનુભવી કોરોના કાળ બાદ ભગવાન દ્વારકાધીશના ભક્તો દ્વારકા તરફ આવતા થતા દ્વારકાના જાહેર માર્ગો યાત્રિકોથી ધમધમતા થયા છે. વિશ્વભરમાં વસતા અનેક ભક્તો પોતાની યથાશક્તિ અને ભક્તિ પ્રમાણે દ્વારકાધીશના ચરણોમાં સોના-ચાંદીના દાગીના અર્પણ કરી પોતાની જાતને ધન્યતા અનુભવે છે. ભગવાન દ્વારકાધીશના ચરણોમાં એક ભક્ત દ્વારા 61.400 ગ્રામનો સોનાનો હાર અર્પણ કરી ધન્યતા અનુભવી કોરોના કાળ બાદ તંત્ર દ્વારા મળી રહેલી છૂટછાટ અનુસાર ભગવાન દ્વારકાધીશના ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યા છે. અંદાજે આઠ માસના લોકડાઉન બાદ ફરી દ્વારકાધીશ મંદિર અને દ્વારકાના રાજમાર્ગો પર યાત્રિકો ફરતા થતાં સ્થાનિક લોકો અને વેપારીઓ પણ ચિંતા મુક્ત બની રહ્યા છે. કચ્છ જિલ્લાના માધાપર ગામના પ્રજ્ઞાબેન નાનાલાલ ચૌહાણ નામના ભક્ત દ્વારા ભગવાન દ્વારકાધીશના ચરણોમાં અંદાજે 61.41 ગ્રામનો સોનાનો હાર અર્પણ કરી ભગવાન દ્વારકાધીશ પાસે સમગ્ર વિશ્વના આરોગ્યની પ્રાર્થના કરી હતી.