કાર્તિકી પૂનમે યાત્રાધામ અંબાજી ખાતે ભક્તોની ભીડ ઉમટી - યાત્રાધામ અંબાજી
બનાસકાંઠાઃ દેવ દિવાળી અને સાથે કાર્તિકી પૂનમ હોવાથી ધાર્મિક સ્થળોમાં પણ દર્શનનું વિશેષ મહત્વ હોય છે, ત્યારે સવારથી જ યાત્રાધામ અંબાજી ખાતે યાત્રિકોની ભારે ભીડ ઉમટી પડી હતી. મા અંબાના ચાચરચોકમાં અનેક મોટી ધજાઓ માતાજીના મંદિરે ચડાવવા માટે ભક્તો દ્વારા લાવવામાં આવી હતી. તેમજ નિજ મંદિરમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. આ પ્રસંગે સાબરકાંઠા સાંસદ પણ મા અંબાનાં દર્શને પહોંચ્યા હતાં અને શાળાઓ ખૂલી રહી છે, ત્યારે બાળકોને શિક્ષણ ક્ષેત્રે તેમજ ખેડૂતોને વર્ષ સારું જાય તે માટે મા ને પ્રાર્થના કરી હતી.