ઉમરપાડા સરકારી હોસ્પિટલમાંથી ઝડપાયો બોગસ તબીબ - Umarpada breaking news
સુરત: ઉમરપાડા સરકારી રેફરલ હોસ્પિટલના તબીબનું કારસ્તાન સામે આવ્યું છે. સરકારી નોકરી હોવા છતાં ડોક્ટર પોતાનું ખાનગી દવાખાનું ચલાવતો હતો અને સરકારી હોસ્પિટલમાં મહિનાના 10 હજાર પગાર પર માણસ મૂકી દીધો હતો. બોગસ તબીબ દ્વારા દર્દીને દવા ઉંધી આપી દેતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. મેડિકલ સ્ટાફની સજાગતાને કારણે બોગસ તબીબને ઝડપી લેવાયો છે. આ મામલે પોલીસે બન્ને સામે ઇ.પી.કો કલમ તેમજ ગુજરાત મેડિકલ પેક્ટિસનર કલમ એક્ટ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.