સોમનાથ મહાદેવ મંદિરમાં ઉજવાયો પૂર્વ નાયબ વડાપ્રધાન અડવાણીનો 94મો જન્મદિવસ - Somnath Mahadev Temple
ગીર સોમનાથ: સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી (L K Advani)નો સોમવારે 94મો જન્મદિવસ છે. આ પ્રસંગે સોમનાથ મહાદેવ મંદિર સમક્ષ પંડિતોની હાજરીમાં અડવાણીના નિરામય અને દીર્ઘાયુષ્ય માટે આયુષ્ય મંત્ર જાપ સોમનાથ મહાદેવ સમક્ષ પંડિત દ્વારા વિધિ- વિધાન અને મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યો હતો. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ લાલકૃષ્ણ અડવાણીના પ્રતિનિધિ સ્વરૂપે મંદિરમાં હાજર રહીને તમામ વિધિને પરિપૂર્ણ કરી હતી.