યાત્રાધામ અંબાજીમાં માં અંબાના ચરણોમાં 500 ગ્રામ સોનુ અર્પણ - અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ
અંબાજી: યાત્રાધામ અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજવામાં આવી હતી. જેમાં રાજકોટના રાજ્યગુરુ પરિવાર દ્વારા 500 ગ્રામ સોનુ માં અંબાના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યું હતું. હેતલભાઈ રાજયગુરુએ પોતાના પરિવાર સાથે અંબાજી મંદિરે પહોંચી રૂપિયા 19.58 લાખની કિંમતનુ સોનુ ચડાવ્યું હતું. આ સોનુ મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરીમાં ઉપયોગમાં લેવામાં આવશે.