મધ્યપ્રદેશનાં રતલામમાં ડિસેમ્બર મહિનામાં 50 બાળકોના મોત - રત્લામ જિલ્લા ચિકિત્સાલય
મધ્યપ્રદેશ: સમગ્ર દેશમાં નવજાત શિશુના મૃત્યુઆંક વિશે ચર્ચા થઈ રહી છે, ત્યારે રતલામ જિલ્લામાં માતૃ શિશુ ચિકિત્સાલય સ્થિત સ્પેશિયલ ન્યુબોર્ન કેયર યુનિટમાં ડિસેમ્બર મહિનામાં 50 નવજાત શિશુઓના મોત થયા છે. નવજાત શિશુના મોતનો આંકડો 1 એપ્રિલથી અત્યાર સુધીમાં 463 પર પહોંચ્યો છે. સિવિલ સર્જનનું કહેવું છે કે,એસએનસીયૂ યૂનિટમાં ભર્તી થનારા બાળકોમાં સૌથી વધારે સંખ્યા એક કિલોગ્રામથી ઓછો વજન ધરાવતા બાળકોની હોય છે, તો સાથે જ શ્વાસ સંબંધી સમસ્યાથી પીડિત બાળકોની સંખ્યા પણ વધુ હોય છે. જેના કારણે નવજાત શિશુના મૃત્યુઆંકમાં વધારો થાય છે.