પુરવઠા વિભાગ દ્વારા સસ્તા અનાજના દુકાનદારોને કરોડનો દંડ ફટકાર્યો - 2 44 crore fined by supply department on cheap food grain traders
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં શંકાસ્પદ OTP આધારીત અનાજના જથ્થાનુ વિતરણ કરનાર 16 સસ્તા અનાજના દુકાનદારો સામે પુરવઠા વિભાગની તવાઇ હાથ ધરવામાં આવી હતી. જેમાં 16 દુકાનદારોના પરવાના કાયમી ધોરણે રદ કરવાનો હુકમ કરવામા આવ્યા અને પરવાના રદ કરવા ઉપરાંત દુકાનદારોને રોકડ રકમનો દંડ પણ કરાયો હતો. જેમાં કુલ 16 દુકાનદારોને રૂપિયા 2.44 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અનાજના જથ્થાના વિતરણમાં ગેરરીતી કરતા દુકાનદારો સામે કડક કાર્યવાહી કરાતા અન્ય દુકાનદારોમાં પણ ફફડાટ ફેલાયો છે.
TAGGED:
પુરવઠા વિભાગ