ગાંધી જંયતી નિમિત્તે રાજકોટ જેલમાંથી 16 કેદીઓને મુક્ત કરાયા - ગાંધીજી 150મી જન્મ જયંતી
રાજકોટ: ગાંધી જંયતી નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા સારી ચાલ ચલગત ધરાવતા અને લાંબા સમયથી જેલમાં સજા કાપી રહેલા કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત રાજકોટ જેલમાંથી 16 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતાં. આ કેદીઓ 66 ટકા જેટલી સજા ભોગવી ચુક્યા છે. તેમજ ઘણા લાંબા સમયથી રાજકોટની જેલમાં સજા કાપી રહ્યા હતા. સરકારના આ નિર્ણયથી જેમને મુક્ત કરવામાં આવતા તેમના પરિવારજનોમાં ખુશીના આસું જોવા મળ્યા હતા.
Last Updated : Oct 3, 2019, 10:52 AM IST