દમણમાં 150મી ગાંધી જયંતિની ઉજવણી - daman news
દમણ: કેન્દ્રશાસિત પ્રદેશ દમણ-દીવ અને દાદરા નગર હવેલીના પ્રશાસકે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી નિમિત્તે નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગ્રત રહેવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા હાકલ કરી છે. પ્રશાસકે મહાત્મા ગાંધીને માત્ર એક વ્યક્તિ જ નહીં, પરંતુ એક વૈચારિક ચળવળ હોવાનું જણાવી તેના પ્રત્યે બધાએ વિચારવાની જરૂર છે. બાપુનું જીવન હંમેશાં અહિંસાના માર્ગ પર ચાલનારાઓને પ્રેરણા આપતું હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો .દમણના કિલ્લામાં દમણ પ્રશાસન દ્વારા આયોજીત ગાંધી જયંતી નિમિત્તે ભૂતપૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીને યાદ કરતાં પ્રશાસક પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે, શાસ્ત્રીજીનું જીવન હંમેશાં સાદગીથી ભરેલું હતું. જેનો અનુભવ લોકો ગૌરવ સાથે કરે છે.