મોડાસામાં મીની રાજઘાટ પર 150મી જન્મજ્યંતીએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા - મીની રાજઘાટ ગાંધીજીની 150મી જન્મજ્યંતિએ શ્રદ્ધાસુમન
અરવલ્લીઃ મોડાસા તાલુકાના મહાદેવગ્રામ (બાકરોલ) ખાતે આવેલું મીની રાજઘાટ ગાંધી સ્મારક પ્રચલિત છે. 150મી ગાંધી જન્મજયંતીએ પૂર્વ સાંસદ ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ, સામાજિક કાર્યકર નિલેશ જોશી, કમળાબેન પરમાર, જિલ્લા ભાજપ મહામંત્રી શામળભાઈ પટેલ, કનુભાઈ પટેલ, હિમાંશુ વ્યાસ, અમિત કવિ સહીત અન્ય અગ્રણીઓએ તથા શાળાના બાળકો, મોડાસા હાઈસ્કૂલ અને લૉ-કૉલેજના વિદ્યાર્થીઓએ પ્રાર્થનાસભા, વકૃત્વ સ્પર્ધા, ગાંધી નાટક અને ભજન ગાઈ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં.