ગુજરાત

gujarat

ETV Bharat / videos

સિવિલ હોસ્પિટલમાં 7 શખ્સોનું ટોળું આવ્યું, યુવાનને હથિયારના ઘા માર્યા જુઓ વીડિયો - પંજાબ પોલીસ

By

Published : Jul 15, 2022, 4:53 PM IST

Updated : Jul 15, 2022, 5:32 PM IST

લુધિયાણાઃ પંજાબના લુધિયાણાની સિવિલ હોસ્પિટલમાં ગુંડાગીરી અને ક્રુરતાની (Brutal Murder in Ludhiana Hospial) હચમાચવનારી તસીવર સામે આવી છે. જેમાં 15 વર્ષના છોકરાને ધારદાર હથિયારના ઘા મારીને પતાવી (Murder Case in Ludhiana) દેવામાં આવ્યો હતો. એટલું જ નહીં ઈમરજન્સી વૉર્ડમાં (Emergency Ward Civil Hospital) પણ તોડફોડ કરવામાં આવી હતી. એક વ્યક્તિની હત્યા કરીને શેતાન હોસ્પિટલમાંથી નાસી છૂટ્યા હતા. ગુરૂવારની મોડી રાત્રે લુધિયાણાની સિવિલ હોસ્પિટલમાં 6થી વધુ ગુંડાઓએ 15 વર્ષના છોકરા પર તીક્ષ્ણ હથિયારો (Attack Via Sharp Weapons) વડે હુમલો કર્યો. દર્દીઓએ બાથરૂમમાં જઈને પોતાનો જીવ બચાવ્યો હતો. હોસ્પિટલની બહાર એક સુરક્ષા ગાર્ડ પણ ભાગી ગયો. પોલીસ કમિશ્નરે કહ્યું કે આ કેસમાં કાર્યવાહી કરવામાં આવશે. મોટી વાત એ છે કે હોસ્પિટલની અંદર એક પોલીસ ચોકી છે એની 100 મીટર દૂર ખુલ્લેઆમ હત્યા કરવામાં આવી હતી. પરંતુ પોલીસ ઉંઘતી રહી હતી. આ કેસમાં પોલી ઊંઘતી ઝડપાઈ ગઈ છે. 15 વર્ષના અને 20 વર્ષના બે ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચતા તે હોસ્પિટલમાં સારવાર હેતું આવ્યો હતો. જ્યારે બીજો ભાઈ નાસી છૂટ્યો હતો. પછી હોસ્પિટલમાં 6થી વધુ વ્યક્તિઓનું ટોળું આવ્યું હતું. જે ટોળાએ આખી હોસ્પિટલ માથે લીધી હતી. હોસ્પિટલમાં મોટું નુકસાન કર્યું હતું. જ્યાં પેલો ભાઈ સારવાર લેતો હતો ત્યાં જઈને ધારદાર હથિયારના ઘા મારીને એને પતાવી દીધો હતો. આ હુમલાને કારણે સ્ટાફ પણ ડરી ગયો હતો. જેના કારણે હવે કોઈ સ્ટાફ નાઈટ ડ્યૂટી કરવા તૈયાર નથી.
Last Updated : Jul 15, 2022, 5:32 PM IST

ABOUT THE AUTHOR

...view details