ગણપત યુનિવર્સિટીનો 13મો પદવીદાન સમારોહ યોજાયો, 2511 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઇ - mahesana samachar
મહેસાણાઃ ગણપત યુનિવર્સિટી દ્વારા 13મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં 2511 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી. મહેસાણા ખેરવા ખાતે આવેલ ગણપત યુનિવર્સિટી દ્વારા 13મો પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા એ હાજરી આપી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ યુનિવર્સિટી દ્વારા 13મો પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં M FILLના 12 , PHDના 23 સાથે 70 અન્ય શ્રેષ્ઠીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.