વિધાનસભામાં હંગામો, શુભેન્દુ અધિકારી સહિત ભાજપના 5 ધારાસભ્યો સસ્પેન્ડ - ભાજપના પાંચ ધારાસભ્યો સસ્પેન્ડ
કોલકાતા: બંગાળ વિધાનસભામાં મારપીટનો મામલો સામે (ASSEMBLY SCUFFLE TMC AND BJP) આવ્યો છે. જ્યાં ભાજપ અને TMCના ધારાસભ્યો વચ્ચે ઘર્ષણ થયું (TMC BJP MLAs Clash ) હતું. મળતી માહિતી મુજબ, બંગાળ વિધાનસભામાં બીજેપી ધારાસભ્ય મનોજ તિગ્ગા અને TMC ધારાસભ્ય અસિત મજુમદાર વચ્ચે મારામારી થઈ હતી. આ અથડામણમાં અસિત મજુમદાર ઈજાગ્રસ્ત હોવાનું કહેવાય છે, જેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. શુભેન્દુ અધિકારી સહિત ભાજપના પાંચ ધારાસભ્યોને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યોના નામોમાં શુભેન્દુ અધિકારી, મનોજ તિગ્ગા, નરહરિ મહતો, શંકર ઘોષ, દીપક બર્મનનો સમાવેશ થાય છે. તેઓને આગામી આદેશ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST