ગુજરાત

gujarat

ETV Bharat / videos

Russia Ukraine War :યુક્રેનથી પાલનપુરનો યુવક વતન પહોંચતા ઢોલ અને નગારાથી સ્વાગત કરાયું

By

Published : Mar 4, 2022, 3:59 PM IST

Updated : Feb 3, 2023, 8:18 PM IST

રશિયા અને યુક્રેન યુદ્ધની (Russia Ukraine War) પરિસ્થિતિ વચ્ચે પાલનપુરનો વિદ્યાર્થી વતનમાં પરત ફરતા પરિવારજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.યુક્રેનથી પરત ફરેલા સ્મિત આજે માદરે વતન આવતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. સ્મિત ઘરે પહોંચ્યો ત્યારે પરિવારના લોકોમાં હરખનાં આંસુ જોવા મળ્યાં હતા. તો પરિવાર દ્વારા તેમજ આસપાસના લોકો દ્વારા ઢોલ નગારા તેમજ ફટાકડા સાથે સ્મિત નું આગમન કરાયુ હતું. લાંબા સમય બાદ (Palanpur student returns from Ukraine) સ્મિત પોતાના માદરે વતન પહોંચતાની સાથે જ આજે આખો વિસ્તાર તેના સ્વાગતમાં જોડાયો હતો. આજે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પાલનપુરનો વિદ્યાર્થી પોતાના વતન પહોંચતા પરિવારે પણ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST

ABOUT THE AUTHOR

...view details