ગુજરાત

gujarat

ETV Bharat / videos

Shaktipeeth Mandir Ambaji: 51 શક્તિપીઠ મંદિરોનો આઠમો પાટોત્સવ 15 ફેબ્રુઆરીએ યોજાશે - 51 at Shakitpeeth Mandir

By

Published : Feb 14, 2022, 9:41 AM IST

Updated : Feb 3, 2023, 8:11 PM IST

બનાસકાંઠા : અંબાજીમાં ગબ્બર ખાતે આવેલ શ્રી 51 શક્તિપીઠ દર્શન પક્રિમાનો (Shaktipeeth Mandir Ambaji) આઠમો પાટોત્સવ મહા સુદ ચૌદસના 15 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ પાટોત્સવમાં ત્રિદિવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવા નક્કી કર્યુ હતુ. પરંતુ છેલ્લી ઘડીએ કોરોનાનું સંક્રમણ અને સરકારની SOP નુ ઉલ્લંઘન ન થાય તે માટે તમામ કાર્યક્રમો રદ્દ કરી એક દિવસના પાટોત્સવનો (Aathamo Patotsav in Ambaji) કાર્યક્રમ પૂર્ણ કરાશે. 15 ફેબ્રુઆરીના રોજ માતાજીની પાલખી (Mataji's Palkhi in Ambaji) યાત્રા સવારે 9.00 કલાકે ગબ્બર સર્કલથી પ્રારંભ કરીને સમગ્ર પરિક્રમા માર્ગમાં પરિભ્રમણ કરશે. આ યાત્રામાં ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ, સહિત યાત્રાળુઓ પણ જોડાશે. શક્તિપીઠના પાટોત્સવ નિમિત્તે સુધી ગબ્બર ટોચ, શક્તિપીઠ મંદિરમાં ત્રણ જગ્યા ખાતે વિશિષ્ટ યજ્ઞ પણ કરવામાં આવશે. વિધિ વિધાન સાથે ધજા આરોહણ પણ કરવામાં આવશે.
Last Updated : Feb 3, 2023, 8:11 PM IST

ABOUT THE AUTHOR

...view details