ગુજરાત

gujarat

ETV Bharat / videos

126 વર્ષીય યોગગુરુને પદ્મશ્રી, આખો હોલ થયો નતમસ્તક, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ પણ કર્યા પ્રણામ - Swami Sivananda receives Padma

By

Published : Mar 22, 2022, 7:55 AM IST

Updated : Feb 3, 2023, 8:20 PM IST

કોઈ કવિએ બહુ સારૂ લખ્યું છે કે 'ક્યારે કદ થઈ ગયું એ ખબર નથી, હું તો છોડ હતો, પણ આજે વડ થઈ ગયો.' આ વાક્યને સાર્થક કરતું ઉદાહરણ રાષ્ટ્રપતિ ભવનમાં જોવા મળ્યું હતું, જ્યારે સ્વામી શિવાનંદે પદ્મ એવોર્ડ સમારોહ દરમિયાન વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સમક્ષ નમન કર્યા હતા. રાષ્ટ્રપતિ ભવનનો આ નજારો જોઈને ભારતની યોગ સંસ્કૃતિ અને નમ્રતા પણ અભિભૂત થઈ ગઈ. ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી પણ સ્વામી શિવાનંદ જેવા વ્યક્તિત્વથી સન્માનિત અનુભવશે એમ કહેવું ખોટું નહીં હોય. કવિ રહીમ દાસે પણ વિનમ્રતા શું છે તેના સંબંધમાં લખ્યું છે કે, (તરુવર ફળ ન ખાત, સર્વ પીહી ના પાન. કહી રહીમ પર કાજ હીત, સંપતિ સાંચી સુજાન.) મતલબ કે જે વૃક્ષ (તરુવર) ક્યારેય પોતાના ફળ ખાતું નથી. તળાવ (સરવર) એમાં સંગ્રહાયેલું પાણી ક્યારેય પીતું નથી. તેવી જ રીતે સજ્જનો બીજાના હિતમાં ધન એકઠા કરે છે.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST

ABOUT THE AUTHOR

...view details