ગુજરાત

gujarat

ETV Bharat / videos

Supervision of Bullet Train Project Operations : પાથરીમાં દર્શના જરદોશે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કામગીરીની ખરખબર લીધી - Bullet train project in Maharashtra

By

Published : Feb 18, 2022, 6:40 PM IST

Updated : Feb 3, 2023, 8:17 PM IST

વલસાડના પાથરી ગામે ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કેન્દ્રીયપ્રધાન દર્શના જરદોશે નિરીક્ષણ (Supervision of Bullet Train Project Operations)કર્યું હતું. તેમણે સુરતથી વાપી વચ્ચેની 4 સાઇટો ઉપર આજે મુલાકાત લઈ કામ કેવી રીતે થઈ રહ્યું છે, મશીનરી અને મેનપાવર કેટલી હદે ઉપયોગમાં લેવાય છે છે તેની જાણકારી (Union Minister Darshana Zardosh's pathree visit) મેળવી હતી. સાથે તેઓ કર્મચારીઓની પૃચ્છા કરી તેમની સમસ્યાઓથી અવગત થયાં હતાં. બુલેટ ટ્રેનની ચાલતી કામગીરીમાં સુરતથી વાપી વચ્ચે અત્યાર સુધીમાં 500 પીલરો ઉભા કરી દેવામાં આવ્યાં છે અને બાકી સ્થળોએ પણ હાલ કામગીરી પ્રગતિમાં છે. 20 કીમી ઉપર હાલ કામ પૂર્ણ થયું છે. એલએન્ડટીના ઇજનેરોને (Railway Minister's instruction to L&T engineers) તમામ બાકી રહેલા 10 કીમીના પીલરોના કામગીરી પૂર્ણ કરવા સહિતના અન્ય સૂચનો પણ પ્રધાને કર્યાં હતાં. બુલેટ ટ્રેન મહારાષ્ટ્રમાં જવા અંગે (Bullet train project in Maharashtra)જોકે તેમણે ગોળગોળ જવાબ આપ્યાં હતાં.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST

ABOUT THE AUTHOR

...view details