Ukraine Russia invasion : યુક્રેનમાં ફસાયેલા વિધાર્થી પહોંચ્યા વડોદરા, પરિવાર થયો ભાવુક
વડોદરા: વડોદરા સર્કિટ હાઉસમાં (Vadodara Circuit House) ગુજરાત સરકારની વોલ્વો બસ જ્યારે યુક્રેનની (Gujarat students returned from Ukraine) યુદ્ધભૂમિમાંથી હેમખેમ પરત ફરેલા પોતાના વ્હાલા સંતાનો સર્કિટ હાઉસના આંગણમાં પ્રવેશ્યા, ત્યારે જે કોઈ સ્વજનો હાજર હતા તેમની આંખોમાં હર્ષના આસું ઉભરાયા હતાં. વિધાર્થી જયારે બસમાંથી ઉતરીને એમને ભેટ્યા ત્યારે ચારેય આંખોમાં હર્ષનો શ્રાવણ ભાદરવો વરસતો હતો. એક પણ શબ્દ નીકળતો ન હતો, પરંતુ એ મૌનમાં અને આંખોમાં હરખનું બોલકું નિવેદન હતું. વિધાર્થીઓને દારૂગોળાથી સળગતી અગનભુમિમાંથી સાચવીને પાછા લાવનારી ભારત સરકાર અને જરૂરી પૂરક વ્યવસ્થાઓ કરનારી ગુજરાત સરકાર માટે ધન્યવાદનું મૌન નિવેદન હતું. મહિલા અને બાળ વિકાસ પ્રધાન મનીષા વકીલ, સાંસદ રંજનબહેન ભટ્ટ, ધારાસભ્ય સીમા મોહિલે માતૃ વાત્સલ્યથી તેમના ભાલે કુમકુમ તિલક કર્યા હતા મેયર સહીત અનેક અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST