ઉપલેટા શહેરમાં સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત દ્વારા ઝુલુસ નિકળ્યું - 12 મી શરીફ
રાજકોટ: જિલ્લાના ઉપલેટા શહેરમાં સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત દ્વારા વિશાળ ઝુલુસ કાઢવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ 12મી શરીફ નિમિત્તે સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત દ્વારા ઝુલુસ કાઢવામાં આવ્યું. જે ધોરાજી દરવાજા પાસે આવેલ ન્યામતમાંની દરગાહેથી શરૂ થઈ પાંચહટડી વિસ્તાર, સોની બજાર, ઝીકરિયા ચોક, ગાંધી ચોક, ભાદર રોડ થઈ ઈદગાહના મેદાને સંપન્ન થયું હતુ. આ વિશાળ ઝુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો શાંતિપૂર્વક જોડાયા હતા. અનેક જગ્યાઓ પર હિન્દૂ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપલેટા ઈન્ચાર્જ PI વી.એમ. લગારીયા દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.