યાત્રાધામ દ્વારકામાં ઝીલણા એકાદશીની ઉજવણી સાદગીપૂર્વક કરવામાં આવી - દ્વારકાધીશને ગાર્ડ ઓફ ઓનર
દેવભૂમિ દ્વારકાઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ દ્વારકાધીશ ધામમા ઝીલણા એકાદશીની ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ આ વર્ષે ઉજવણી સાદગીપૂર્વક કરાઇ હતી. શ્રાવણ માસની એકાદશીએ દ્વારકાધીશ મુખ્ય મંદિરમાંથી દ્વારકાધીશની બાળ સ્વરૂપની પ્રતિમાને પાલખી ઉપર બેસાડીને દ્વારકાધીશ મંદિર પરિસરમાંથી ઢોલ નગારા સાથે નગર તરફ લાવવામાં આવે છે, ત્યારે દ્વારકાધીશ મુખ્ય દ્વાર ઉપર એસ.આર.પી.ના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે, આ વખતે કોરોના મહામારીને કારણે યાત્રા ટૂંકાવીને સાદગીપૂર્વક કાઢવામાં આવી હતી. શહેરમાં આવેલા પવિત્ર કકડાશ કુન્ડમાં વરસાદી પાણી ભરાઈ ગયું હોય છે અને આ પાણી ગંદુ થઈ ગયું હોવાથી આ કુંડને ફરીથી પવિત્ર કરવા માટે શ્રાવણ મહિનાની એકાદશીના રોજ ભગવાન દ્વારકાધીશ પોતાના બાળક સ્વરૂપમાં અહીં આવીને સ્નાન કરવાથી આ કુંડ પહેલા જેવું પવિત્ર થઇ જાય છે તેવી લોકવાયકા છે.