JEE ટ્યુશન ક્લાસીસ ચલાવતાં યુવરાજ પોખરનાએ પોતાના જન્મદિવસ પર 2000 કિલો પુસ્તકોનું કર્યુ દાન - પુસ્તકનું દાન
સુરત: એક તરફ લોકો પોતાના જન્મદિવસે હજારો-લાખો રૂપિયા ખર્ચ કરીને કેક કાપતા હોય છે અને પાર્ટી કરતા હોય છે. મિત્રો સાથે બહાર ફરવા જતાં હોય છે, પરંતુ અમુક લોકો એવા પણ હોય છે. જે પોતાના અવતરણ દિવસ કંઈક અનોખી રીતે ઉજવતા હોય છે. જેમાં સુરત શહેરના સીટી લાઈટ વિસ્તારમાં રહેતા અને IIT-JEE ટ્યુશન ક્લાસીસ ચલાવતાં યુવરાજ પોખરના પોતાનો 30મો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. જેમાં યુવરાજે એક બુક સેલર પાસેથી લાખો રૂપિયાના 2000 કિલો પુસ્તકની ખરીદી કરી અને સુરતની એક શાળામાં દાન કર્યા હતા. જેથી આવનારા સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિધાર્થીઓ વધુ ભણે અને દેશનું નામ રોશન કરે.