મોરબી: યુવા જ્ઞાનોત્સવમાં જ્ઞાનની સરવાણીઓ વહી, યુવાનોએ લાભ લીધો - morbi updates
મોરબી: શનાળા નજીક યુવા જ્ઞાનોત્સવ સમિતિ દ્વારા ત્રિદિવસીય યુવા જ્ઞાનોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શનિવારે બીજા દિવસે સેશનમાં દુરદર્શનના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઉત્સવ પરમારે આજના સમયમાં બંધારણનું મહત્વ વિષય પર માર્ગદર્શન આપ્યું હતું. જેમાં બંધારણ વિષે માહિતી આપવામાં આવી હતી. બંધારણમાં નાગરિકોને મળેલા હકો, ફરજ અંગે જાગૃતિ લાવવા તેમજ બંધારણની જરૂરિયાત શું છે, તે વિષે પ્રકાશ પાડ્યો હતો યુવા જ્ઞાનોત્સવમાં શનિવારે ઉત્સવ પરમાર ઉપરાંત અન્ય નામી વક્તાઓ પણ વિવિધ વિષય પર માર્ગદર્શન પૂરું પાડશે. શનિવારે બંધારણના મહત્વ વિષય પરના વક્તવ્યનો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનોએ લાભ લીધો હતો