કેશોદના ત્રિલોકપરા વિસ્તારમાં યુવાને કરી આત્મહત્યા - જૂનાગઢના સમાચાર
જૂનાગઢ: કેશોદમાં આવેલા ત્રિલોકપરા વિસ્તારમાં એક યુવાને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આત્મહત્યાનું કારણ જાણવા મળ્યુ નથી. સ્થાનિકો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ યુવાન તાલાલાથી કાપડની ખરીદી કરવા આવ્યો હતો. કેશોદ મામલતદાર અને પોલીસને ઘટનાની જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કેશોદ સિવીલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.