સુરેન્દ્રનગરના જોરાવરનગર કોઝ વે પાસે ડમ્પરની અડફેટે યુવકનું મોત - Young man killed
સુરેન્દ્રનગર: જોરાવરનગર અંડરબ્રીજ પાસે અજાણ્યા ડમ્પરની અડફેટે આવતાં યુવકનું મોત થયું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થયો હતો. અવારનવાર પ્રતિબંધ હોવા છતાં ગેરકાયદેસર ડમ્પરો શહેરી વિસ્તારમાંથી પસાર થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. યુવકના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ છે.