રાજકોટના કારખાનામાં આગ લાગવાથી યુવાનનું મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ - fire in rajkot
રાજકોટઃ શહેરના કોઠારીયા વિસ્તારમાં આવેલા એક કારખાનામાં 2 દિવસ અગાઉ આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં અશ્વિન પાનસૂરિયા નામના યુવાનનું ગંભીર રીતે દાઝી જવાથી મોત નીપજ્યું હતું. CCTVના DVRમાં સ્પાર્ક થવાથી આગ લાગવાનું સામે આવ્યું છે. DVRમાં સ્પાર્ક થવાથી નજીકમાં રહેલા સેનેટાઇઝરના કારણે આગે પ્રચંડ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી આ આગની ઝપેટમાં યુવાન આવી જતા તે ગંભીર રીતે દાઝયો હતો. જેનું સારવાર દરમિયાન મોત થયું છે.