જામનગર યુવક કોંગ્રેસ દ્વારા 'યંગ ઇન્ડિયા કે બોલ' સ્પીચ કોમ્પિટિશનનું આયોજન - જામનગરમાં યંગ ઈન્ડિયા કે બોલી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા
જામનગર: ભારતીય યુવા કોંગ્રેસ દ્વારા 'યંગ ઇન્ડિયા કે બોલ' સ્પીચ નામની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પીચ સ્પર્ધામાં બેરોજગારીના મુદ્દાને લઇને આ સ્પર્ધા સમગ્ર ગુજરાતમાં થવા જઇ રહી છે. જામનગર શહેરમાં 15 જેટલા લોકોએ ભાગ લીધો હતો. જેમાંથી 2 લોકોને સિલેક્ટ કરીને ગુજરાતની સ્પર્ધામાં મોકલવામાં આવશે, ત્યારબાદ સમગ્ર ગુજરાતમાંથી 10 વ્યક્તિને સિલેક્ટ કરી આગામી 23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે તાવટકોટા દિલ્હી ખાતે મોકલવામાં આવશે. જેમાં કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહેશે. તેમજ ઓલ ઇન્ડિયામાં સ્થાન પ્રાપ્ત કરે તે લોકોને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા પણ બનાવવામાં આવશે.