જૂનાગઢમાં પૂજન બાદ બ્રાહ્મણોએ ધારણ કરી નવી જનોઇ
જૂનાગઢ : શ્રાવણી પૂનમે રક્ષાબંધનની સાથે સાથે નારિયેળી પૂનમ ના દિવસે બ્રાહ્મણો વિધિવત શાસ્ત્રોક્ત વિધિ અને દેવી-દેવતાઓની પૂજા ની સાથે નવી યજ્ઞ પવિત ધારણ કરતા હોય છે. શાસ્ત્રોમાં યજ્ઞો પવિત ધારણ કરવાને શ્રાવણી કર્મ સાથે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ત્યારે આજે રવિવારે જૂનાગઢમાં દામોદર કુંડ ખાતે બ્રાહ્મણોએ શાસ્ત્રોક્ત વિધિવિધાન અને દેવી દેવતાઓના પૂજન સાથે નવી યજ્ઞ પવિત ધારણ કરી હતી.