વલસાડના ધરમપુરમાં માનવ સાંકળ બનાવી વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરાઈ
વલસાડઃ જિલ્લાના ધરમપુર ખાતે આવેલી વાવ ચોકડી બિરસા મુંડા સર્કલ પાસે માનવ સાંકળ રચીને અનોખી રીતે વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહત્વનું છે કે, UN દ્વારા 13 સપ્ટેબર 2007માં વિશ્વના આદિવાસીઓ માટે 46 અધિકારોની ઘોષણા કરવામાં આવી છે. જેને અનુલક્ષીને 13 સપ્ટેમ્બરના રોજ દર વર્ષે વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવે છે. રવિવારના રોજ સમસ્ત આદિવાસી સમાજ તેમજ આદિવાસી એકતા પરિષદ દ્વારા માનવ સાંકળ રચી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કાયદો રદ કરો, પાર તાપી લીક, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રદ કરો, જંગલ બચાવો જેવા વિવિધ પ્લે કાર્ડ સાથે ધરમપુર ખાતે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.