ગુજરાત

gujarat

ETV Bharat / videos

વિશ્વ માલધારી દિન: સુરેન્દ્રનગરમાં માલધારીઓની વિશાળ બાઈક રેલી યોજાઇ - world maldhari day surendranagar

By

Published : Nov 26, 2019, 11:36 PM IST

સુરેન્દ્રનગર: 26 નવેમ્બરને વિશ્વ માલધારી દિવસ નિમિત્તે સુરેન્દ્રનગરના વઢવાણ માર્કેટિંગ યાર્ડ ખાતેથી માલધારીઓ દ્વારા વિશાળ બાઇક રેલી યોજાઇ હતી. આ બાઇક રેલીમાં માલધારી સમાજના ભરવાડ, રબારી, ચારણ, આહિર સહિત માલધારી યુવકોએ ઉત્સાહ દાખવીને વિશાળ બાઈક રેલીમાં જોડાયા હતા. માલધારી યુવકોની બાઇક રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતા આકર્ષણનું કેન્દ્ર બની હતી. તેમજ વઢવાણ માર્કેટિંગ યાર્ડ ખાતે માલધારી સમાજની ધાર્મિક જગ્યાના સંતો મહંતો અને માલધારી સમાજના આગેવાનોની આગેવાનો આ રેલીમા જોડાયા હતા. કલેકટર કચેરીએ પહોંચી ત્યારે માલધારી આગેવાનોએ કલેકટરને અતિવૃષ્ટિની સ્થિતિમાં ઘાસચારો દાણ મોંઘું થતાં પેકેજ જાહેર કરવા તેમજ પેશકદમી થયેલ ગૌચર જમીનને ખુલ્લી કરવા સહિતની બાબતે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details