જૂનાગઢના કેશોદમાં પરપ્રાંતિય મજૂરો રોડ પર ઉતર્યા - પરપ્રાંતિય મજૂર
જૂનાગઢ : કોરોના વાઇરસના પગલે દેશમાં લોકડાઉન છે, ત્યારે પરપ્રાંતિય લોકો દેશની અલગ-અલગ જગ્યાએ અટવાયા છે. જેમાં 200 જેટલા પરપ્રાંતિય મજૂરો આજે જિલ્લાના કેશોદમાં રોડ પર ધસી આવ્યા હતા. આ તકે તમામને પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, વતન તરફ જવું છે. જેના પગલે સરકાર કોઇ પણ વ્યવસ્થા કરી આપે. આ સમગ્ર મામલાને લઇને સરપંચ તેમજ પોલીસ ઘટનાસ્થળ પર મોડી રાત્રે દોડી આવ્યા હતા.